લેહ, લદ્દાખ, કારગિલ, કાશ્મીર

લેહ, લદ્દાખ, કારગિલ, કાશ્મીર Book Details

By Swami Sachchidanand

  • Category: Hinduism, Books, Religion & Spirituality, History, Asia
  • Type: ebook
  • Release Date: 2009-10-26
  • Author: Swami Sachchidanand
  • Book Ratings: 0/5 (0 User Reviews)

Get a Copy :

AMAZON

...

લેહ, લદ્દાખ, કારગિલ, કાશ્મીર Summary

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.


કારગિલનું ખરું આકર્ષણ કારગિલયુદ્ધના શહીદોનું સ્મારક છે. આ યુદ્ધ કશી જ તૈયારી વિના હડબડાટમાં આપણે લડ્યું હતું. એટલે ભારે ખુવારી થઈ હતી. પાકિસ્તાને લુચ્ચાઈ કરીને શિયાળામાં ખાલી પડેલી આપણી ચોકીઓ પડાવી લીધી હતી. આપણું ગુપ્તચરતંત્ર કાયમ ઊંઘતું રહે છે. વિજ્ઞાનનો પણ પૂરો ઉપયોગ ન કરાયો. ચાલો. બધાં પર્વતશિખરો આપણે પાછાં મેળવી લીધાં તે સંતોષની વાત છે. હંમેશાં આક્રમક સેના પૂરી તૈયારી સાથે આક્રમણ કરતી હોય છે, જ્યારે રક્ષિત જીવન જીવનારી પ્રજા કદી પણ આક્રમણ કરતી નથી, તેથી તે તૈયાર પણ નથી હોતી. આપણી આવી જ દશા છે. આપણે આક્રમણ નથી કરતા એટલે તૈયાર નથી હોતા. આપણે પ્રત્યાક્રમણ પણ નથી કરતા. આપણે સમાધાનઘેલી પ્રજા છીએ. જલદીથી જલદી સમાધાન કરી લો. આવી ઉતાવળના કારણે પ્રશ્નો વધુ વિકરાળ બન્યા છે. વાતચીત જરૂર કરવી જોઈએ. પણ તે ત્યારે જ સફળ થતી હોય છે જ્યારે ધરતી પર તમારો પગ મજબૂત હોય. આપણા પગ કાચા રહ્યા છે. તેથી પાકિસ્તાન આતંક ફેલાવે છે. પૂરી સૈનિક તૈયારી હંમેશાં રહેવી જોઈએ. પણ નથી હોતી.

902 Comments