ટર્કી અને ઈજિપ્ત

ટર્કી અને ઈજિપ્ત Book Details

By Swami Sachchidanand

  • Category: Middle East, Books, Travel & Adventure, Religion & Spirituality, Hinduism
  • Type: ebook
  • Release Date: 2006-10-28
  • Author: Swami Sachchidanand
  • Book Ratings: 0/5 (0 User Reviews)

Get a Copy :

AMAZON

...

ટર્કી અને ઈજિપ્ત Overview

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.


પ્રવાસ દરમિયાન અમને સૌથી પ્રભાવિત કર્યા અમારા ગાઇડ શ્રી પાશાએ. પાશા મુસ્લિમ છે. તેને ઘણું જ્ઞાન છે અને સ્વભાવ મિલનસાર છે. એટલે અમારા પ્રવાસની સફળતાનું મોટું શ્રેય પાશાને છે. અમારો ડ્રાઇવર ઉમિત પણ મુસ્લિમ હતો. તે ફૂટડો યુવાન પણ બહુ ઓછું બોલે પરંતુ અમારી પ્રત્યેક ઇચ્છા પૂરી કરે. તેનું ડ્રાઇવિંગ ફરિયાદ વિનાનું હતું. બસમાં ગમે તેની ગમે તેવી વસ્તુ પડી હોય તોપણ તેને હાથ પણ ન લગાડે. અમારી પાણીની બોટલો પડી હોય પણ તે પોતાની બોટલ ખરીદીને જ પીએ. આ બન્ને સજ્જનો હતા અને તેમના સહકારથી અમારો પ્રવાસ સફળ થયો કહી શકાય.


ઇજિપ્તમાં જૂનાં ખંડેરો એટલાં બધાં ભવ્ય અને પ્રેરણાદાયી છે કે એક આખું પુસ્તક લખાય તોપણ થોડું પડે. મોટા ભાગે નાઇલ નદીના કિનારે-કિનારે વસેલી અને ફેલાયેલી આ પ્રાચીન સંસ્કૃતિનું નિર્માણ જોઈને તેને પ્રણામ કરવાનું મન થઈ જાય. સ્થપતિઓએ તો ઇજિપ્તનાં આ જૂનાં મંદિરો જરૂર જોવાં જોઈએ. ઇજિપ્ત ટર્કી જેવું સમૃદ્ધ રાજ્ય નથી. ગંદકીમાં તો કદાચ ભારત કરતાં પણ ચઢી જાય. તોપણ એકંદરે અમને સારું લાગ્યું. મિસ્રમાં માત્ર પિરામિડો જ જોવાના નથી, તે સિવાય પણ ઘણી વસ્તુઓ છે જે મહત્ત્વની છે. ખાસ કરીને નાઇલ નદીના કિનારે-કિનારે આસ્વાન બંધના લેક નાસીરથી કૈરો સુધી ઘણાં મંદિરો આવેલાં છે. જેમકે કોમઓમ્બો, ઈડફૂ, એસના,

Recent Activity

875 Comments